નાંધઈ પ્રાથમિક શાળાનું ગૌરવ: સ્મિત અને ક્રિશાની શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાનદાર સફળતા ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળાએ વર્ષ 2024-25માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ પરીક્ષામાં નાંધઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અદ્ભુત પરિણામ હાંસલ કર્યું, જેમાં સ્મિત પટેલે 87 ગુણ મેળવી સમગ્ર ખેરગામ તાલુકામાં પ્રથમ ક્રમ અને ક્રિશા પટેલે 80 ગુણ સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો. આ ઉપલબ્ધિ શાળાના શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓની લગન અને શાળા પરિવારના સમર્પણનું પરિણામ છે. આ સિદ્ધિ બદલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, બીઆરસી શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ તેમજ તાલુકાના તમામ શિક્ષકો અને શાળા પરિવારે સ્મિત અને ક્રિશાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આ સફળતા નાંધઈ પ્રાથમિક શાળા અને ખેરગામ તાલુકા માટે ગૌરવની ક્ષણ છે, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયી બનશે.
શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Comments
Post a Comment