Posts

Showing posts from May, 2024

Dang: ભારત દેશ અને ગુજરાત રાજયનુ ગૌરવ એવા ડાંગ એક્ષપ્રેસ રમતવીર મુરલીભાઈ ગાંવિત લગ્નગ્રંથિથી જોડાયા.

Image
            Dang: ભારત દેશ અને ગુજરાત રાજયનુ ગૌરવ એવા ડાંગ એક્ષપ્રેસ રમતવીર મુરલીભાઈ ગાંવિત લગ્નગ્રંથિથી જોડાયા. ભારત દેશ અને ગુજરાત રાજયનુ ગૌરવ એવા ભારતીય આંતરરાષ્ટ્રીય દોડવીર અને ખેરગામ વિસ્તારનાં અગ્રણી કાર્યકર તથા આગેવાન  લિતેશભાઈ ગાંવિતનાં ભાતૃ સમાન શ્રી મુરલીભાઈ ગાંવિતના  ડાંગ જિલ્લાના એમના નિવાસ સ્થાન  કુમારબંધ ગામ ખાતે એમના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી  વૈવાહીક જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

Bharuch|Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

Image
 Bharuch|Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

Image
 Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ

વિવિધ પ્રસંગે દારૂની સગવડ કરનાર કુટુંબને ૨૫,૦૦૦નો દંડ કરવા કુકણા સમાજનો ઠરાવ.

Image
          વિવિધ પ્રસંગે દારૂની સગવડ કરનાર કુટુંબને ૨૫,૦૦૦નો દંડ કરવા કુકણા સમાજનો ઠરાવ. કુકણા સમાજ વિકાસ મંડળ દ્વારા તોરણવેરામાં કુકણા સમાજના શિબિરમાં વિવિધ મુદ્દે ચિંતન કરાયું. લગ્ન અને દેવ ઉજવણી પ્રસંગોમાં દેખાદેખીથી કરાતા ખોટા ખર્ચ પર કાબૂ મેળવવા અને યુવા વર્ગને વ્યસનમુક્તિ માટે જયંતિભાઈ પવારના અધ્યક્ષપદે એક સામાજિક ચિંતન શિબિર આશ્રમ શાળા તોરણવેરામાં રવિવારે યોજાયો હતો. તાજેતરમાં અવસાન પામેલા મીયાઝરી ગામના સમાજના વડીલ આગેવાન સ્વ. મનુભાઈ રમશુભાઈ માહલાને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સુમનભાઈ રાવત, ખંડુભાઈ માહલા અને મહેશભાઈ ગાયકવાડે એમના વક્તવ્યમાં કહ્યું હતું કે, આપણા સમાજ પાસે ખૂબ સારી રૂઢિપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટો ભાગ દેવામાં ડૂબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યાંથી સવાર માની પગલાં ભરવા જરૂરી છે. હાજર રહેલા સમાજ બાંધવોને આ બાબતે ખુલ્લા મને રજૂઆત અને ચર્ચા કરવા આહ્વાન કર્યું હતું. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારૂનું ચલન બહુ મોટી બદી છે. દેવ-દેવીના પ્રસંગો પણ બાકાત નથી રહ્યા. આવા પ્ર

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

Image
 Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ. સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું. જે પૈકી  ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે  અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો.  રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ , છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ તથા છાપરા શાળા પરિવાર તરફ

Khergam, Pati vidyamandir Madhamik school news : પાટીની ગીતા મંદિર શાળાનું પ્રોત્સાહક પરિણામ

Image
 Khergam, Pati vidyamandir Madhamik school news : પાટીની ગીતા મંદિર શાળાનું પ્રોત્સાહક પરિણામ ખેરગામનાં પાટી ગામની ગીતા મંદિર માધ્યમિક શાળા ધો.૧૦ બોર્ડનું ૮૯.૧૮ પરિણામ સાથે શાળામાં ગવળી હેમાંગીની શૈલેષભાઈ ૭૬.૩૩ટકા સાથે પ્રથમ અને નાયકા રીયાબેન અમ્રતભાઈ ૭૬ટકા સાથે દ્વિતિય અને પટેલ દિયાન્સીબેન શૈલેષભાઈ ૭૪.૩૩ ટકા સાથે તૃતિય નંબર પ્રાપ્ત કર્યો હતો . ધો.૧૨ બોર્ડનું પરિણામ ૮૮.૬૭ ટકા સાથે શાળામાં પ્રથમ ૭૮.૭૧ટકા સાથે ગાયકવાડ માયાબેન સિતારામભાઈ પ્રથમ  ચૌધરી સ્વાતીબેન સુરેશભાઈ ૭૮.૨૮ સાથે દ્વિતિય અને જાદવ શેતલબેન દિપકભાઈ ૭૬.૮પટકા સાથે તૃતિય ક્રમે આવ્યા છે.   શાળા શ્રેષ્ઠ પરિણામથી સમગ્ર શાળામાં અને પાટી ગ્રામજનોમાં આનંદ ઉલ્લાસનો માહોલ સર્જાયો છે. આ સફળતા મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રો અને નવ નિયુક્ત શાળાના સુકાની રાકેશકુમાર બી પટેલ ને તમામ ગ્રામજનોએ સરપંચ તથા શાળા સંચાલક મંડળના પ્રમુખ વાલજીભાઈ આર. સોલંકી સાથે શુભેચ્છા પાઠવી હતી.

Khergam : ખેરગામ પાટી ગામની ગીતા મંદિર શાળાનું ધો.૧૦ અને ૧૨માં ઉત્કૃષ્ટ પરિણામ

Image
   Khergam: ખેરગામ પાટી ગામની ગીતા મંદિર શાળાનું ધો.૧૦ અને ૧૨માં ઉત્કૃષ્ટ પરિણામ  ખેરગામનાં પાટી ગામની ગીતા મંદિર માધ્યમિક શાળા ધો.૧૦ બોર્ડનું ૮૯.૧૮ પરિણામ સાથે શાળામાં ગવળી હેમાંગીની શૈલેષભાઇ ૭૬.૩૩ટકા સાથે પ્રથમ, નાયકા રીયા અમ્રતભાઇ ૭૬ટકા સાથે દ્વિતિય અને પટેલ દિયાન્સી શૈલેષભાઇ ૭૪.૩૩ ટકા સાથે તૃતિય નંબર પ્રાપ્ત કર્યો હતો. ધો.૧૨ બોર્ડનું પરિણામ ૮૮.૬૭ ટકા સાથે શાળામાં પ્રથમ ૭૮.૭૧ટકા સાથે ગાયકવાડ માયા સિતારામભાઇ પ્રથમ, ચૌધરી સ્વાતી સુરેશભાઇ ૭૮ .૨૮ સાથે દ્વિતિય અને જાદવ શેતલ દિપકભાઇ ૭૬.૮૫ ટકા સાથે તૃતિય નંબર પ્રાપ્ત કરે છે. શાળાની ઝળહળતી અને ઐતિહાસિક સિદ્ધી અને શાળા શ્રેષ્ઠ પરિણામથી સમગ્ર શાળામાં અને પાટી ગ્રામજનોમાં આનંદ ઉલ્લાસનો માહોલ સર્જાયો છે. આ અવિસ્મરણીય સફળતા મેળવવા બદલ તમામ વિધ્યાર્થીઓને તથા શિક્ષકમિત્રો અને નવ નિયુક્ત શાળાના સુકાની રાકેશકુમાર બી.પટેલને તમામ ગ્રામજનો સરપંચ તથા શાળા સંચાલક મંડળના પ્રમુખ વાલજી આર. સોલંકીએ શુભેચ્છા પાઠવી હતી.

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

Image
                                                               Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્થીનો કારકિર્દી માટેનો પાયો મજબૂત બને છે અને સાચા અર્થમાં જ્ઞાન આર્જિત કરીને વિવિધ ક્ષેત્રમ

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

Image
                                                                                         NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત

Chikhli (Jagruti vidyalaya rumla): ચીખલી તાલુકાના રૂમલા ગામની જાગૃતિ વિદ્યાલયનું ધો.૧૦નું ૮૯ ટકા પરીણામ

Image
   Chikhli (Jagruti vidyalaya rumla): ચીખલી તાલુકાના રૂમલા ગામની જાગૃતિ વિદ્યાલયનું ધો.૧૦નું ૮૯ ટકા પરીણામ

Khergam Janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ

Image
 Khergam Janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ સામાન્ય પ્રવાહનું 92.42 ટકા જેટલું પરીણામ આવ્યું હતું. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 72.91 ટકા પરીણામ આવ્યું હતું.સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમેં યાદવ અમૃતા શુભનાથભાઈ 87.14 ટકા સાથે પ્રથમ રહ્યા હતા.જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પટેલ કેનિલ નવીનભાઈ 90.46 ટકા સાથે પ્રથમ આવ્યા હતા.વિજ્ઞાન પ્રવાહમાં કુલ 48 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 35 વિદ્યાર્થી પાસ અને 13 વિદ્યાર્થી નાપાસ થયા હતા.જ્યારે સામાન્ય પ્રવાહમાં 132 વિદ્યાર્થીમાં 122 પાસ અને 10 વિદ્યાર્થી નાપાસ થયા હતા.ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ,ચેરમેન શશીકાંત પટેલ, આચાર્ય ચેતનભાઈ પટેલ તથા શાળા પરીવાર દ્વારા અભિનંદન પાઠવી સારી કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી.

વલસાડ : લોકસભાની ચુંટણી દરમ્યાન એક વૃદ્ધ દાદીમાએ SP Valsad Dr. Karanraj Vaghela પ્રત્યે વહાલ વરસાવ્યું.

            વલસાડ : લોકસભાની ચુંટણી દરમ્યાન એક વૃદ્ધ દાદીમાએ SP Valsad Dr. Karanraj Vaghela પ્રત્યે વહાલ વરસાવ્યું. SP Valsad interacting with a responsible old lady who seemed very eager to vote - Valsad District - Lok Sabha Election - 2024  #Phase3   #GeneralElections2024 @GujaratCeo @ECISVEEP @DeoValsad @collectorvalsad @SpokespersonECI   pic.twitter.com/Bm1D5ZZ0b7 — District Election Officer Valsad (@DeoValsad)  May 7, 2024 View this post on Instagram A post shared by Suresh Patel (@sbkhergam)

વલસાડ : લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 26-વલસાડ લોકસભા બેઠક

      વલસાડ : લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 26-વલસાડ લોકસભા બેઠક Kaprada Receiving Centre Staff Ready for Collections - Lok Sabha Election - 2024 - Valsad District  #Phase3   #GeneralElections2024 @GujaratCeo @ECISVEEP @DeoValsad @collectorvalsad @SpokespersonECI   pic.twitter.com/FBPtdlByZN — District Election Officer Valsad (@DeoValsad)  May 7, 2024 Pardi Receiving Centre Staff Ready for Collections - Lok Sabha Election - 2024 - Valsad District #Phase3   #GeneralElections2024 @GujaratCeo @ECISVEEP @DeoValsad @collectorvalsad @SpokespersonECI   pic.twitter.com/AUlv2pkogz — District Election Officer Valsad (@DeoValsad)  May 7, 2024 Satisfied and Enthusiastic Presiding Officer ready depart for receiving centre - Valsad District Lok Sabha Election - 2024 #Phase3   #GeneralElections2024 @GujaratCeo @ECISVEEP @DeoValsad @collectorvalsad @SpokespersonECI   pic.twitter.com/wuEP4eiVbd — District Election Officer Valsad (@DeoValsad)  May 7, 2024 Dharampur Receiving Centre Staff Ready and

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 25- નવસારી લોકસભા સીટ

      નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 25- નવસારી લોકસભા સીટ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે નવસારી જિલ્લાનો પોલિંગ સ્ટાફ તેઓના મતદાન મથકે પહોંચી રહ્યા છે. #LokSabhaElection2024   #Election2024   #ChunavKaParv   #DeshKaGarv   @ECISVEEP   @CEOGujarat   pic.twitter.com/hninjeSZFA — Collector & DM Navsari (@CollectorNav)  May 6, 2024 આપણા વડીલોએ તેમની ફરજ નિભાવી છે. આજે આપડી ફરજ નિભાવવાનો દિવસ છે. ચાલો સૌ મતદાન મથક પર જઈને મતદાન કરીયે! Our elders have celebrated this festival of democracy. Today is our day to celebrate! Let’s all go out and cast our vote! ⁦ @CollectorNav ⁩ ⁦ #DeshKaGarv   #ChunavKaParv   pic.twitter.com/b1nUDFtyBx — ARO 25 Navsari PC (GJ) and Prant Officer Navsari (@prantnavsari)  May 7, 2024 Happy and Proud faces at the polling booth! #GoVote #LokSabhaElection2024   @CEOGujarat   @ECISVEEP   pic.twitter.com/X6sF89q1xO — Collector & DM Navsari (@CollectorNav)  May 7, 2024 લોકશાહીના મહાપર્વમાં મે મારી ફરજ નિભાવી દીધી છે. તમે પણ અચૂક મતદાન કરજો. #LokSabh