વિવિધ પ્રસંગે દારૂની સગવડ કરનાર કુટુંબને ૨૫,૦૦૦નો દંડ કરવા કુકણા સમાજનો ઠરાવ.

         

વિવિધ પ્રસંગે દારૂની સગવડ કરનાર કુટુંબને ૨૫,૦૦૦નો દંડ કરવા કુકણા સમાજનો ઠરાવ.

કુકણા સમાજ વિકાસ મંડળ દ્વારા તોરણવેરામાં કુકણા સમાજના શિબિરમાં વિવિધ મુદ્દે ચિંતન કરાયું.

લગ્ન અને દેવ ઉજવણી પ્રસંગોમાં દેખાદેખીથી કરાતા ખોટા ખર્ચ પર કાબૂ મેળવવા અને યુવા વર્ગને વ્યસનમુક્તિ માટે જયંતિભાઈ પવારના અધ્યક્ષપદે એક સામાજિક ચિંતન શિબિર આશ્રમ શાળા તોરણવેરામાં રવિવારે યોજાયો હતો.

તાજેતરમાં અવસાન પામેલા મીયાઝરી ગામના સમાજના વડીલ આગેવાન સ્વ. મનુભાઈ રમશુભાઈ માહલાને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સુમનભાઈ રાવત, ખંડુભાઈ માહલા અને મહેશભાઈ ગાયકવાડે એમના વક્તવ્યમાં કહ્યું હતું કે, આપણા સમાજ પાસે ખૂબ સારી રૂઢિપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટો ભાગ દેવામાં ડૂબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યાંથી સવાર માની પગલાં ભરવા જરૂરી છે. હાજર રહેલા સમાજ બાંધવોને આ બાબતે ખુલ્લા મને રજૂઆત અને ચર્ચા કરવા આહ્વાન કર્યું હતું. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારૂનું ચલન બહુ મોટી બદી છે. દેવ-દેવીના પ્રસંગો પણ બાકાત નથી રહ્યા. આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાર કુટુંબને ૨૫૦૦૦નો દંડ કરવા ઠરાવવામાં આવ્યું. લગ્નવિધિ પણ આદિવાસી પરંપરા મુજબ ગામ વડીલો અને સવાસનીઓ જ કરે તેવો અભિગમ રાખવા અને આદિવાસી પરંપરા પ્રમાણે લગ્ન કરનારાઓને ખાસ પ્રોત્સાહન રકમ આપવા પણ ચર્ચા  કરવામાં આવી હતી. સમાજના જ કાહાલ્યા અને માદલને અપનાવી ડીજેનો માર્યાદિત ઉપયોગ કરવા સૂચનો થયા હતા. કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહિ પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતાં વધુ ઠરાવો

મંજૂર કર્યા હતા. બેઠકના અધ્યક્ષ તરફથી યુવાનોને ગામ કમિટી બનાવી આવા દૂષણને નાથવાનો દોર અ હાથમાં લેવા આહ્વાન કર્યું હતું. ક અનામતનો લાભ લઈ નોકરી કરતા -િ અને રીટાયર થયેલા મિત્રોને હ લાઈબ્રેરી, કોચિંગ ક્લાસ અને સમાજ | અ સંગઠન મજબૂત બને તે માટે ઉદાર જે હાથે યોગદાન આપી સામાજિક સેવા ૯ બજાવવાનું સૂચન કર્યું હતું. કાર્યક્રમનું ૯ સંચાલન પ્રમોદભાઈ દેશમુખ અને  સન્મુખભાઈએ કર્યું હતું. આભારવિધિ મનોજભાઈ ગાવિતે કરી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ નવનીતભાઈ ચૌધરી, મંત્રી ઈશ્વરભાઈ ચૌધરી, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સોમભાઈ ગાવિત તથા કારોબારી સભ્યો અને વડીલોએ જહેમત ઉઠાવી હતી.

Comments

Popular posts from this blog

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

મતદાન ન કરવાની શરમ કરતાં મતદાન કરીને ગર્વ અનુભવો. ૭ મેના રોજ સહકુટુંબ મતદાન કરો.